Date : 24th September, 2023
Location : Pandit Dindayal Upadhyay Auditorium - Ahmedabad
અમદાવાદમાં ગર્ભ સંસ્કાર મહોત્સવમાં ગર્ભ સંસ્કારનું એડવાન્સ નોલેજ આપતા પુસ્તક ‘ડ્રીમ ચાઈલ્ડ’નું વિમોચન થયું
ગર્ભ સંસ્કારના સેમિનાર, વેબિનાર અને વર્કશોપ દ્વારા, ઋષિમુનિઓએ આપેલ ગર્ભ વિજ્ઞાનનો પ્રસાર આજે દેશ-વિદેશમાં ભવ્યતાથી થઈ રહ્યો છે, પરંતુ આ ક્ષેત્રમાં અમદાવાદે ઈતિહાસ રચ્યો.
અમદાવાદમાં સૌ પ્રથમવાર, 100+ આર્ટીસ્ટો અને સ્વયંસેવકો દ્વારા, ‘ગર્ભ સંસ્કાર’ વિષય પર વૈદિક ડ્રામા, ઐતિહાસિક મોનોલોગ, વૈજ્ઞાનિક વીડિયો શો, રંગારંગ ડાન્સ અને કપલ બ્રેઈન એક્ટિવિટી રજૂ કરવામાં આવ્યાં. જેના દ્વારા સ્ટેજ પર અભિમન્યુ, પ્રહ્લાદ, મદાલસા, સીતા માતા, જીજા માતા, શકુંતલા વગેરે જીવંત થઈ ગયાં હતાં !! કાર્યક્રમની ભવ્ય અને આકર્ષક રજૂઆત જોઈને પ્લાનીંગ અને પ્રેગ્નન્ટ માતા-પિતાઓએ ‘સ્ટ્રેસ ફ્રી પ્રેગ્નન્સી’નો મુદ્દો દૃઢ કર્યો હતો.
કંપનીના સહ-સ્થાપક ધવલ છેટા અને તેમનાં ધર્મપત્ની વૃંદા છેટાએ પણ પોતાના સંતાન હેતમાં જોવા મળેલા ગર્ભ સંસ્કારના અદ્ભુત પરિણામોનું બાળકની લાઈવ રજૂઆત સાથે વર્ણન કર્યું હતું અને ઉપસ્થિત તમામ ભાવિ માતા-પિતાઓને ઉત્તમ સંતાનને જન્મ આપી, રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા આહ્વાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, ‘અમે ૧ કરોડ માતા-પિતા સુધી, અમે અનુભવેલ આ ગર્ભ વિજ્ઞાનના ચમત્કારને પહોંચાડવા સંકલ્પબદ્ધ છીએ.’
આ મહોત્સવમાં માસ્ટર ટ્રેઈનર શ્રી જીતેન્દ્ર ટીંબડિયા લિખિત, ગર્ભ સંસ્કારનું એડવાન્સ નોલેજ આપતું પુસ્તક ‘ડ્રીમ ચાઈલ્ડ’નું ભવ્ય વિમોચન થયું હતું. આ નિમિત્તે તેઓને જણાવ્યું કે : ‘ડાયેટમાં ફેરફાર, યોગ-પ્રાણાયામ-કસરત, વાંચન અને પઝલ વગેરે એક્ટીવીટી ઉપરાંત ઉત્તમ સંતાન મેળવવા માટે ગર્ભાવસ્થામાં માતા અને પિતાનું માઈન્ડસેટ પણ ઉત્તમ હોવું જરૂરી છે. આ પુસ્તકમાં આપેલ ૮ માઈન્ડ સેટ જો ભારતનાં દરેક માતા-પિતા અનુસરે, તો ભારત ચોક્કસ ‘વિશ્વ ગુરુ’ બની જાય. સમગ્ર દુનિયાનાં તમામ વૈદિક અને વૈજ્ઞાનિક તમામ સંશોધનોને સમાવીને અમે આ ગર્ભસંસ્કારની ‘ક્રાંતિ’ શરૂ કરી છે.’
કાર્યક્રમનું સંચાલન કરનાર, યોગ અને ડાયેટ એક્સપર્ટ શ્રીમતિ સુયોગી ટીંબડિયાએ જણાવ્યું કે : ‘બાળકના બ્રેઈનનું 80% ડેવલપમેન્ટ ગર્ભમાં થઈ જાય છે, ૧ મિનિટમાં ૨.૫ લાખ ન્યૂરોન્સ (મગજના કોષો) બને છે, માટે આ અવસ્થામાં જો આહાર-વિચાર-વિહાર ઉત્તમ રાખવામાં આવે, તો ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે. માટે કોઈ પણ દેશ, સમાજ કે વ્યક્તિએ, પોતાના ઉત્તમ ભવિષ્ય માટે ગર્ભ સંસ્કારને સૌથી મહત્ત્વ આપવું જોઈએ.’
આ મહોત્સવનું સંપૂર્ણ આયોજન અને નેતૃત્વ શ્રી જીતેન્દ્ર ટીંબડિયા, શ્રી ધવલ છેટા અને શ્રીમતિ સુયોગી ટીંબડિયા કર્યું હતું. 100+ ડ્રીમ ચાઈલ્ડ મેમ્બર્સ, સ્વયંસેવકો અને પ્રોફેશનલ કલાકારો દ્વારા આ મહોત્સવને સફળ બનાવાયો હતો.