Garbhsanskar Mahotsav Image

ડ્રીમ ચાઈલ્ડ ગર્ભ સંસ્કાર દ્વારા આયોજિત ‘એક દૂજે કે લિયે’ સેમિનાર

ટ્રાન્સફોર્મેશન કોચ મનિષ વાઘાસિયા અને ગર્ભ સંસ્કાર એક્સપર્ટ જીતેન્દ્ર ટીંબડિયા દ્વારા દાંપત્ય જીવન અને ગર્ભ સંસ્કાર અંગેનુ અનોખું માર્ગદર્શન

  • ‘એક દૂજે કે લિયે’ સેમિનારમાં 400થી વધુ કપલ્સે દાંપત્ય જીવન અને ગર્ભ સંસ્કારનો સંદેશ મેળવ્યો.
  • ગર્ભાવસ્થા દરમિયાન પતિ-પત્નીની એકતા અને ભાવનાત્મક જોડાણનું મહત્ત્વ સમજાવતો એક્ટિવિટી આધારિત અનોખો સેમિનાર યોજાયો.
  • 16 ઓગસ્ટ 2026, રવિવાર ના રોજ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, વેડ રોડ, સુરત ખાતે 400થી વધુ કપલ્સે પ્રેમ, સમજણ અને સંવાદ દ્વારા દાંપત્ય જીવન તથા ગર્ભ સંસ્કારનું અનોખું માર્ગદર્શન મેળવ્યું.
  • ડ્રીમ ચાઈલ્ડ સંસ્થાએ 50 થી વધુ દેશોના 5,00,000 થી વધુ પરિવારો સુધી ગર્ભ સંસ્કારનું જ્ઞાન પહોંચાડ્યું છે.
  • જાણીતા ટ્રાન્સફોર્મેશન કોચ શ્રી મનિષ વાઘાસિયા દ્વારા સંબંધોને માત્ર ટકાવી રાખવા નહીં, પરંતુ તેને વધુ મજબૂત, જીવંત અને આનંદમય બનાવવાની દિશામાં ‘Good to Great’ બનાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમને સમજાવ્યું કે ‘સારા માતા-પિતા બનવાની શરૂઆત બાળકના જન્મથી નહીં, પરંતુ પતિ-પત્નીના મજબૂત સંબંધથી થાય છે.’  આ પ્રસંગે તેમણે ડ્રીમ ચાઈલ્ડ કોર્સ અંગેની પોતાની સફર અને ગર્ભ સંસ્કાર દ્વારા ઉત્તમ સંતાન પામ્યાની પોતાની અનુભૂતિ પણ ઉપસ્થિત કપલ્સ સાથે શેર કરી હતી.l
  • વિવિધ Interactive Activities અને Practical Relationship Insights દ્વારા શ્રી મનિષ વાઘાસિયાએ કપલ્સને પોતાના જીવનસાથીને વધુ સારી રીતે સમજવા, તેમની લાગણીઓને અનુભવવા અને સંબંધમાં નવી ઊર્જા લાવવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના પરિણામે, સેમિનારના ખૂબ જ ઓછા સમયમાં પણ પતિ-પત્ની વચ્ચેના વર્ષોથી મુરઝાયેલા સંબંધો નવપલ્લવિત થયા  હતા.
  • કાર્યક્રમના બીજા મહત્ત્વપૂર્ણ સત્રમાં ગર્ભ સંસ્કાર અને પેરેન્ટીંગ એક્સપર્ટ તથા માસ્ટર ટ્રેઈનર શ્રી જીતેન્દ્ર ટીંબડિયા દ્વારા Scientific base of Garbh Sanskar વિશે વક્તવ્ય પ્રસ્તુત કર્યું હતું અને કો-ફાઉન્ડર શ્રી ધવલ છેટાએ ડ્રીમ ચાઈલ્ડ મોબાઈલ એપ દ્વારા ઘરે બેઠાં કેવી રીતે ગર્ભ સંસ્કાર કરી શકાય તેની સચોટ માહિતી આપી હતી.
  • ડ્રીમ ચાઈલ્ડ સંસ્થા છેલ્લાં 14+ વર્ષથી વૈદિક અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ગર્ભ સંસ્કાર ક્ષેત્રે કાર્યરત છે અને 50થી વધુ દેશોમાં 5 લાખથી વધુ માતા-પિતા સુધી ગર્ભ સંસ્કાર અને Prenatal Educationનો સંદેશ પહોંચાડ્યો છે.
  • કાર્યક્રમના અંતે ઉપસ્થિત કપલ્સે આંસુભરી આંખો સાથે, આ સેમિનારથી પોતાના દાંપત્ય જીવનમાં આવેલ પરિવર્તનને રજૂ કર્યા હતો અને આ સંદેશને જીવનભર જીવવાનો સંકલ્પ લીધો હતો.

Photo Gallery