Garbhsanskar Mahotsav Image

ડ્રીમ ચાઈલ્ડની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે ઉજવાયો ભવ્ય સાંસ્કૃતિક ‘ગર્ભસંસ્કાર મહોત્સવ’ !!

પ્રહ્લાદ અને અભિમન્યુ જેવાં સંતાનો આજે પણ જન્મ લે છે !! ગર્ભ સંસ્કાર મહોત્સવમાં થઈ ભવ્ય રજૂઆત

  • ‘આ ફક્ત કોર્સ નથી, ક્રાંતિ છે.’ ના સૂત્ર સાથે ઉજવાયો સાંસ્કૃતિક ‘ગર્ભ સંસ્કાર મહોત્સવ’ !!
  • ૨ જુલાઈ, રવિવાર, સંજીવકુમાર ઓડીટોરીયમમાં 500 કપલે આકર્ષક રીતે સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા ગર્ભ સંસ્કારનું માર્ગદર્શન મેળવ્યું.
  • ડ્રીમ ચાઈલ્ડ સંસ્થાએ 50 થી વધુ દેશોના 5,00,000 થી વધુ પરિવારો સુધી ગર્ભ સંસ્કારનું જ્ઞાન પહોંચાડ્યું છે.
  • IPS ઓફિસર શ્રી રાજન સુશ્રા (MIF, સુરત રેન્જ), ડો. પરેશ જોશી (પ્રોફેસર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી), શ્રી દીપક શેટા (ફાઉન્ડર, એપલ ગ્રુપ ઓફ કંપનીઝ), શ્રી વિપુલ સચપરા (પ્રભારીશ્રી, સરદારધામ - સાઉથ ગુજરાત), શ્રી કલ્પ ભટ્ટ (મેનેજીંગ ડિરેક્ટર, Incub8), શ્રીમતિ અંકિતા મુલાણી (Rich Thinker) વગેરે મહાનુભાવોએ વિશેષ હાજરી આપી, ગર્ભ સંસ્કાર ક્રાંતિને સમર્થન આપ્યું હતું !!

ગર્ભ સંસ્કારના સેમિનાર, વેબિનાર અને વર્કશોપ દ્વારા, ઋષિમુનિઓએ આપેલ ગર્ભવિજ્ઞાનનો પ્રસાર આજે દેશ-વિદેશમાં ભવ્યતાથી થઈ રહ્યો છે, પરંતુ આ ક્ષેત્રમાં સુરતે ફરી એકવાર ઈતિહાસ રચ્યો.

ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર ટીમે પોતાની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે ‘ગર્ભ સંસ્કાર’ વિષય પર વૈદિક ડ્રામા, ઐતિહાસિક મોનોલોગ, વૈજ્ઞાનિક વીડિયો શો, રંગારંગ ડાન્સ, કપલ બ્રેઈન એક્ટિવિટી રજૂ કરી. જેના દ્વારા સ્ટેજ પર અભિમન્યુ, પ્રહ્લાદ, મદાલસા, સીતામાતા, જીજા માતા, શકુંતલા વગેરે જીવંત થઈ ગયાં હતાં !! ‘હે દેવી..’ની પ્રતિજ્ઞા અને ‘પીગ પોઝીટીવીટી’ની ગેમ દ્વારા પ્લાનીંગ અને પ્રેગ્નન્ટ માતા-પિતાઓએ ‘સ્ટ્રેસ ફ્રી પ્રેગ્નન્સી’નો મુદ્દો દૃઢ કર્યો હતો.

ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર દ્વારા 10,000 થી વધુ ઘરોમાં અભિમન્યુ અને પ્રહ્લાદ જેવા ગુણો ધરાવતા બાળકોનો જન્મ થયો છે. આ અંગે દેશ-વિદેશનાં હજારો માતા-પિતાની સ્વાનુભૂતિ ઉપસ્થિત તમામ શ્રોતાજનોને ગર્ભ સંસ્કાર અંગે આશ્ચર્ય પમાડી ગઈ !!

કંપનીના CEO ધવલ છેટા અને તેમનાં ધર્મપત્ની વૃંદા છેટાએ પણ પોતાના સંતાન હેતમાં જોવા મળેલા ગર્ભ સંસ્કારના અદ્ભુત પરિણામોનું બાળકની લાઈવ રજૂઆત સાથે વર્ણન કર્યું હતું અને ઉપસ્થિત તમામ ભાવિ માતા-પિતાઓને ઉત્તમ સંતાનને જન્મ આપી, રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા આહ્વાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, ‘અમે ૧ કરોડ માતા-પિતા સુધી, અમે અનુભવેલ આ ગર્ભ વિજ્ઞાનના ચમત્કારને પહોંચાડવા સંકલ્પબદ્ધ છીએ.’

આ મહોત્સવમાં માસ્ટર ટ્રેઈનર શ્રી જીતેન્દ્ર ટીંબડિયાએ જણાવ્યું : ‘નવા ભારત’નું નિર્માણ માટે અમે દુનિયાના વૈદિક અને વૈજ્ઞાનિક તમામ સંશોધનોને સમાવીને ગર્ભ સંસ્કારની ક્રાંતિ શરૂ કરી છે. બાળકના બ્રેઈનનું 80% ડેવલપમેન્ટ ગર્ભમાં થઈ જાય છે, માટે કોઈ પણ દેશ, સમાજ કે વ્યક્તિએ પોતાના ઉત્તમ ભવિષ્ય માટે ગર્ભ સંસ્કારને સૌથી મહત્ત્વ આપવું જોઈએ.’

IPS ઓફિસર શ્રીરાજન સુશ્રાએ જણાવ્યું : ‘ગર્ભ સંસ્કારની આ ક્રાંતિમાં દરેક પ્લાનીંગ અને પ્રેગ્નન્ટ યુગલે જોડાવું જ જોઈએ. આવી ઘારદાર રજૂઆત મેં મારા જીવનમાં આ પ્રથમ વાર જોઈ છે. કઠોર પુરુષાર્થ અને અદમ્ય ઉત્સાહ બદલ આખી ટીમને ખૂબ-ખૂબ અભિનંદન.’

શ્રીમતિ અંકિતા મુલાણીએ પોતાની સ્વાનુભૂતિ જણાવતાં કહ્યું,’મેં પણ ડ્રીમચાઈલ્ડ સંસ્થાના ગર્ભ સંવાદની ચમત્કારિક અસર મારા સંતાનમાં અનુભવી છે. ગર્ભસંસ્કાર દરેક કુટુંબ માટે ઋષિઓએ આપેલ એક મહાઆશીર્વાદ છે !!’

આ મહોત્સવનું સંપૂર્ણ આયોજન અને નેતૃત્વ શ્રી જીતેન્દ્ર ટીંબડિયા, શ્રી ધવલ છેટા, શ્રીમતિ સુયોગી ટીંબડિયા અને નિકુંજ છેટાએ કર્યું હતું. 100+ ડ્રીમ ચાઈલ્ડ મેમ્બર્સ, સ્વયંસેવકો અને પ્રોફેશનલ કલાકારો દ્વારા આ મહોત્સવને સફળ બનાવાયો હતો.

Photo Gallery

Media Coverage